ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ 2023 @ parivahan.gov.in

Are You Looking Online Form for Driving License @ parivahan.gov.inશું તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023 પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ : સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે. ત્યારબાદ તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે.

ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ,1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ

ડ્રાઇવિંગ લાયસન્સ (ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.

જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

Table of Online Form for Driving License

આર્ટિકલ ડ્રાઇવિંગ લાયસન્સ કેવી રીતે બનાવવું
ડિપાર્ટમેન્ટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય
હેતુ પાત્ર વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ ગ્રાન્ટ કરો
અરજીનો પ્રકાર ઓનલાઇન/ઓફલાઇન
વર્તમાન વર્ષ 2023
સત્તાવાર વેબસાઇટ @ parivahan.gov.in

Required Documents For Driving License Online

ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજો સ્થાન, વાહનના પ્રકાર અને અન્ય પરિબળોના આધારે બદલાઈ શકે છે. જો કે, સામાન્ય રીતે, ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની આવશ્યકતા હોય છે:

 • ઓળખનો પુરાવો: આમાં પાસપોર્ટ, મતદારનું આઈડી કાર્ડ, પાન કાર્ડ અથવા સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ ઓળખ દસ્તાવેજનો સમાવેશ થઈ શકે છે.
 • ઉંમરનો પુરાવો: આમાં જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ દસ્તાવેજ શામેલ હોઈ શકે છે જે તમારી જન્મ તારીખ દર્શાવે છે.
 • સરનામાનો પુરાવો: આમાં યુટિલિટી બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ દસ્તાવેજ શામેલ હોઈ શકે છે જે તમારું વર્તમાન સરનામું દર્શાવે છે.
 • તબીબી પ્રમાણપત્ર: તમે જે વાહન ચલાવવા માંગો છો તેના આધારે, તમારે રજિસ્ટર્ડ તબીબી વ્યવસાયી પાસેથી તબીબી પ્રમાણપત્ર પ્રદાન કરવાની જરૂર પડી શકે છે જે દર્શાવે છે કે તમે વાહન ચલાવવા માટે શારીરિક રીતે યોગ્ય છો.
 • લર્નર લાયસન્સ: જો તમે પહેલીવાર ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી રહ્યા છો, તો તમારે માન્ય શીખનારનું લાઇસન્સ પ્રદાન કરવું પડશે.
 • પાસપોર્ટ-કદના ફોટોગ્રાફ્સ: તમારે સામાન્ય રીતે તમારી ડ્રાઇવિંગ લાયસન્સ એપ્લિકેશન સાથે પાસપોર્ટ-કદના થોડા ફોટોગ્રાફ્સ સબમિટ કરવાની જરૂર પડશે.

ઉપરોક્ત દસ્તાવેજો ઉપરાંત, તમારે તમારા ચોક્કસ સંજોગોના આધારે વધારાના દસ્તાવેજો પ્રદાન કરવાની પણ જરૂર પડી શકે છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ સૂચિ (Required Documents For Driving License Online) માટે તમારા વિસ્તારના સંબંધિત RTO અથવા પરિવહન વિભાગ સાથે તપાસ કરવી એ સારો વિચાર છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ માટે લાયસન્સના પ્રકાર

વાહનોની કેટેગરીના આધારે લાયસન્સ ના નીચે મુજબના પ્રકાર પાડવામાં આવ્યા છે:

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ માલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ આમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સ આમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ મેળવવા માટેના માપદંડ

 • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
 • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
 • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
 • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો

 • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર વગેરે.
 • અરજી પત્રક
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • સહી નો ફોટો

ગુજરાત લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ 2023

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
 • હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
 • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
 • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
 • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi’ પર ક્લિક કરો.
 • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
 • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
 • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.

Important Link

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Rojgar Portal 2023। રોજગાર પોર્ટલ પર મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment