Mukhyamantri Pak Sangrah Yojana । મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023

Are You  Looking for Mukhyamantri Pak Sangrah Yojana @ ikhedut.gujarat.gov.in। શું તમે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે અહીં આ પોસ્ટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 ની પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના : ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજના ikhedut Portal મારફતે પ્રકાશિત કરતી રહે છે. ખેડૂતોને ઘણી અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે. પરતું ખેતરમાં પાક સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી.

Mukhyamantri Pak Sangrah Yojana : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા  વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ, વાવાઝોડા, તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી.

જેની ચિંતા રાજ્ય સરકાર કરીને ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવતા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે સબસીડી હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એ ગુજરાતના ખેડૂતો માટે એક સારોએવો ફાયદાકારક સાબિત થાય છે.  આ યોજના હેઠળ ખેડૂતોને પાકના સંગ્રહ માટે તૈયાર કરવામાં આવે છે.  ખેડૂતના શેડ બનાવવા માટે મદદગાર થવા માટે ગુજરાત સરકાર 30,000/- રૂપિયા આપે છે.

જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે. આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.  આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી.

આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ,  ઓનલાઇન  રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ,  સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.

Table Of Mukhyamantri Pak Sangrah Yojana

યોજનાનું નામ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ ખેડૂતો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે
ક્યા લાભાર્થીઓને ગુજરાતના તમામ ખેડૂતોને
સહાયની રકમ ખર્ચના 50% અથવા 75,000/-
બેમાંથી જે ઓછુ હોય તે
અધિકૃત વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ

Mukhyamantri Pak Sangrah Yojana હેઠળ રાજ્યના ખેડૂતો પોતાની ઉત્પન્ન થયેલી કૃષિ-પેદાશો સાચવી શકે. અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરીને વધુ સારા ભાવ મેળવી શકે તે ઉદ્દેશ છે.

રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે, તેમજ ખેડૂતો દ્વારા પોતાનો પાક ચોમાસની સિઝનમાં સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોઈ, ખેડૂતોના પાક માં બગાડ થાય છે.

સરકારે આ પરિબળોને ધ્યાનામાં લઈ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) બનાવવા ઉપર સબસિડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે, જેથી ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો.

Eligibility Criteria for Mukhyamantri Pak Sangrah Yojana

 • ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
 • રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
 • ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
 • આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભ

ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા 75,000 હજાર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય પેટે મળવા પાત્ર થશે.

અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી ₹50,000 સુધીની હતી જે હવે વધારીને 75000 કરવામાં આવી છે

Purpose of Mukhyamantri Pak Sangrah Yojana

આ યોજનાથી ગુજરાત સરકારનો હેતુ એવું છે કે પાકને થતા નુકસાનને રોકવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને નાણાકીય સહાય આપવા માગે છે. આમા સહાય આપીને ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એક ખેડૂતોને મજબૂત બનાવવાનું અને ખેડૂતોના પાકનું રક્ષણ કરવાનો છે.

IKhedut Portal Godown બનાવવાની શરતો

રાજ્ય સરકારની Infrastructure Scheme માટે કેટલીક શરતો નક્કી કરેલ છે. ખેડૂતોએ Pak Sangrah Yojana નો લાભ લેવા માટે નીચેની શરતો લાગુ પડશે.

 • ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
 • આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
 • ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્‍થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્‍ય ગણાશે નહીં.
 • ગોડાઉનનું પ્લીન્‍થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
 • પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્‍ટના પતરાથી બનાવવાના રહેશે.
 • આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્‍ય રહેશે નહિં.
 • લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.

પાક સંગ્રહ યોજનાની સહાય ધોરણ

આ પાક સંગ્રહ યોજના અન્‍વયે આઈ ખેડૂત પોર્ટલ પર સબસીડી નિર્ધારિત થયેલ છે. આ યોજના અન્‍વયે પોતાની જ્ઞાતિ મુજબ સબસીડી કે સહાય નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જન જાતિ) માટે એસ.ટી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અનુસૂચિત જાતિ) માટે એસ.સી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અન્ય તમામ જ્ઞાતિઓ માટે અન્ય તમામ જ્ઞાતિઓના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

Document Required For Mukhyamantri Pak Sangrah Yojana

i-khedut portal દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.

 1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
 2. ikhedut portal 7 12
 3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
 4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
 5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 6. જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક
 7. જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો ઉદેશ

સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભદાર યોજના સાબિત થઈ છે.  આ યોજના હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના  અટલ સરકારે ૩૦ હજાર રૂપિયા એક શેડ દીઠ આપે છે.

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને 75,000/- રૂપિયા પ્રતિ શેડ સહાય આપવામાં આવે છે.  છે.

આ ગુજરાત  સરકાર દ્વારા ખેડૂતોની અને ૪૦૦ કરોડ રૂપિયાથી 1.25 લાખ કરોડ રૂપિયા સુધીની ગોડાઉન સહાય યોજના આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે.  આ યોજના હેઠળ ગુજરાતમાં 2.32 લાખ ટન પાક નો સંગ્રહ થાય છે.

Godown Yojana Gujarat લક્ષ્યાંક

આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો લાભ આપવા માટે નક્કી લક્ષ્યાંક આપેલો છે. જે અન્‍વયે ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને સબસીડી આપવામાં આવશે.

યોજના અને જ્ઞાતિનું નામ 2023-2024 નો લક્ષ્યાંક
અનુસૂચિત જન જાતિ (એજીઆર-3) 1490
અનુસૂચિત જાતિ (એજીઆર-4) 400
અન્ય તમામ જ્ઞાતિઓ માટે (એજીઆર-2) 8000
Mukhyamantri Pak Sangrah Yojana । મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023
Mukhyamantri Pak Sangrah Yojana । મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023

How To Online Apply Mukhyamantri Pak Sangrah Yojana

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે.

ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી@ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
 • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
 • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
 • જેમાં “પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
 • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

FAQ’s Gujarat Mukhyamantri Pak Sangrah Yojana 2023

1. Mukhyamantri Pak Sangrah Yojana 2023 શું લાભ મળશે?

Ans. આ યોજના હેઠળ લાભાર્થીઓ પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 75,000/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

2. મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Ans. મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

આ પણ વાંચો,Hello Image 1

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023

પાવર થ્રેસર સહાય યોજના 2023

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

પાવર ટીલર સહાય યોજના 2023

મફત પ્લોટ યોજના 2023

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Mukhyamantri Pak Sangrah Yojana । મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment