Divyang Sadhan Sahay Yojana | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

Are You Looking for Divyang Sadhan Sahay Yojana @ esamajkalyan.gujarat.gov.inશું તમે દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 ની પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા માટે વિનંતી.

Divyang Sadhan Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરેક નાગરિક માટે અનેક હિતકારી યોજના ચલાવવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના લાભ માટે અનેક યોજના ચલાવવામાં આવે છે. અગાઉના આર્ટીકલમાં દિવ્યાંગ બસપાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી યોજનાની વિગતવાર માહિતી મેળવી.

દિવ્યાંગ સાધન સહાય યોજના : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા Divyang Sadhan Sahay Yojana શરૂ કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

Divyang Sadhan Sahay Yojana 2023

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે ‘Divyang Sadhan Sahay Yojana‘ અમલમાં મૂકવામાં આવેલી છે.

દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક પોતાનું જીવન જીવી શકે અને ગુજરાન ચલાવી શકે તે હેતુથી ખાસ આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત Online application ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી કરવાની રહેશે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.

Table of Divyang Sadhan Sahay Yojana

યોજનાનું નામદિવ્યાંગ સાધન સહાય યોજના
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
શું સહાય આપવામાં આવેઅરજદારોને મફત સાધન સહાય આપવામાં આવે છે.
અરજીપ્રક્રિયાe-Samaj Kalyan Portal Online Application
Official Website@ esamajkalyan.gujarat.gov.in

દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત

દિવ્યાંગ વ્‍યકિતઓને સાધન સહાય આપવા માટેની દિવ્યાંગ સાધન સહાય યોજનાની શરૂઆત ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃ ઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી શરૂ કરવામાં આવેલ છે.

Purpose of Divyang Sadhan Sahay Yojana

રાજ્યમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનાની પાત્રતા

 • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને યોજનાનો લાભ આપવામાં આવે છે.
 • ૧૬ વર્ષથી નીચેની દિવ્યાંગ વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
 • લાભાર્થી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.

દિવ્યાંગ સાધન સહાય યોજનાના પ્રકાર

21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

ક્રમદિવ્યાંગતાનો પ્રકારદિવ્યાંગતાની ટકાવારી
1અંધત્વ (Blindness)40 ટકા કે તેથી વધુ
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
(Muscular Dystrophy)
40 ટકા કે તેથી વધુ
3ઓછી દ્રષ્ટિ (Low Vision)40 ટકા કે તેથી વધુ
4રક્તપિત-સાજા થયેલ
(Leprosy Cured Person)
40 ટકા કે તેથી વધુ
5એસિડના હુમલાનો ભોગ બનેલા
(Acid Attack Victim)
40 ટકા કે તેથી વધુ
6હલન-ચલન સાથેની અશકતતા
(Locomotors Disability)
40 ટકા કે તેથી વધુ
7સેરેબલપાલ્સી (Cerebral Pals)40 ટકા કે તેથી વધુ
8વામનતા (Dwarfism)40 ટકા કે તેથી વધુ
9બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ
કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis)
40 ટકા કે તેથી વધુ
10ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
(Chronic Neurological Condition)
50 ટકા કે તેથી વધુ
11સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
(Hemophilia)
50 ટકા કે તેથી વધુ
12ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા
(Parkinson’s Disease)
50 ટકા કે તેથી વધુ
13બૌદ્ધિક અસમર્થતા
(Intellectual Disability)
50 ટકા કે તેથી વધુ
14હિમોગ્લોબિનની ઘટેલી
(Thelassemia)
50 ટકા કે તેથી વધુ
15દીર્ઘકાલીન અનેમિયા
(Sickle Cell Disease)
50 ટકા કે તેથી વધુ
16માનસિક બિમાર
(Mental Illness)
50 ટકા કે તેથી વધુ
17ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા
(Specific Learning Disabilities)
50 ટકા કે તેથી વધુ
18વાણી અને ભાષા અશકતતા
(Speech and Language Disability)
50 ટકા કે તેથી વધુ
19ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી
સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder)
50 ટકા કે તેથી વધુ
20મલ્ટીપલ ડિસેબીલીટીઝ
(Multiple Disabilities)
50 ટકા કે તેથી વધુ
21સાંભળવાની ક્ષતિ
(Hearing Impairment)
70 ટકા કે તેથી વધુ

દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો માટે કુલ રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતરગર્ત દરેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી તેમજ તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપી શકાશે. સરકારશ્રી દ્રારા ૨૧ પ્રકારની દિવ્યાંગતામાં મદદરૂપ થાય તેવા સાધનો નક્કી થયેલ હશે તે મુજબ મળવાપાત્ર થશે.

Document Required For Divyang Sadhan Sahay Yojana

આ યોજનાઓ લાભ લેવા માટે કેટલાક ડોકયુમેંટની જરૂર છે. જે નીચે મુજબ છે.

 • દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ
 • સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
 • શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
 • આધારકાર્ડની નકલ
 • ચુંટણીકાર્ડની નકલ
 • વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
 • બેંક પાસબુકની નકલ

દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સાધનો

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ નીચે મુજબના 35 પ્રકારના વ્યવસાયકારોને સહાય મળશે.

ક્રમટ્રેડના નામસહાયની મર્યાદા
1કડીયાકામરૂ.20,000/-
2સેન્ટીંગ કામરૂ.20,000/-
3વાહન સર્વિસીંગ અને રીપેરીંગરૂ.20,000/-
4મોચીકામરૂ.20,000/-
5દરજીકામરૂ.20,000/-
6ભરતકામરૂ.20,000/-
7કુંભારી કામરૂ.20,000/-
8વિવિધ પ્રકારની ફેરીરૂ.20,000/-
9પ્લમ્બરરૂ.20,000/-
10બ્યુટી પાર્લરરૂ.20,000/-
11ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગરૂ.20,000/-
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામરૂ.20,000/-
13સુથારીકામરૂ.20,000/-
14ધોબીકામરૂ.20,000/-
15સાવરણી સુપડા બનાવનારરૂ.20,000/-
16દુધ-દહી વેચનારરૂ.20,000/-
17માછલી વેચનારરૂ.20,000/-
18પાપડ બનાવટરૂ.20,000/-
19અથાણા બનાવટરૂ.20,000/-
20ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણરૂ.20,000/-
21પંચર કીટરૂ.20,000/-
22ફ્લોર મીલરૂ.20,000/-
23મસાલા મીલરૂ.20,000/-
24રૂ ની દીવેટ બનાવવીરૂ.20,000/-
25મોબાઇલ રીપેરીંગરૂ.20,000/-
26હેર કટીંગ (વાળંદ કામ)રૂ.20,000/-
27ટ્રાયસીકલરૂ.20,000/-
28ફોલ્ડીંગ વ્હીલચેરરૂ.20,000/-
29હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનુંરૂ.20,000/-
30ફોલ્ડીંગ સ્ટીકરૂ.20,000/-
31એલ્યુમીનીયમની કાંખ ઘોડીરૂ.20,000/-
32કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સરૂ.20,000/-
33બ્રેઇલ કીટરૂ.20,000/-
34એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે)રૂ.20,000/-
35સંગીતના સાધનોરૂ.20,000/-
Divyang Sadhan Sahay Yojana | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023
Divyang Sadhan Sahay Yojana | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

How To Online Apply Divyang Sadhan Sahay Yojana

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે Online application કરી શકાય છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનાની Arji ની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની હોય છે. તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

 • સૌપ્રથમ Google Search માં જઈને ‘esamajkalyan’ ટાઈપ કરવું.
 • જેમાં ઈ સમાજ કલ્યાણની ઓફિશીયલ વેબસાઈટ @ esamajkalyan.gujarat.gov.in  ખૂલશે.
 • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
 • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan  Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું Personal Login Page ખોલવાનું રહેશે.
 • હવે નિયામકનિયામક સમાજ સુરક્ષસ પર જઈને “દિવ્યાંગ સાધન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
 • Divyang Sadhan Sahay Yojana માં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.
 • છેલ્લે, તમારી અરજી કન્‍ફર્મ થશે, જેની પ્રિંટ સાચવીને રાખવાની રહેશે.

Important link

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

FAQ’s Divyang Sadhan Sahay Yojana 2023

2. દિવ્યાંગ સાધન સહાય યોજના માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Ans. દિવ્યાંગ સાધન સહાય યોજના માટે સત્તાવાર વેબસાઈટ @ esamajkalyan.gujarat.gov.in છે.

આ પણ વાંચો,Hello Image 1

પાવર ટીલર સહાય યોજના 2023

મફત પ્લોટ યોજના 2023

રોટાવેટર સહાય યોજના 2023

કુંવરબાઈ નું મામેરું યોજના 2023

મફત પ્લોટ યોજના 2023

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Divyang Sadhan Sahay Yojana | દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment